પોતાના પતિને પોતાનાથી દૂર રાખતી હતી સોનમ
પતિ સાથે હોવા છંતા પ્રેમીને અને હત્યારાઓને મેસેજ કરતી હતી
નવી દિલ્હીઃ મેઘાલય પોલીસ રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને શિલોંગ લઈ જશે. સોનમને ગાઝીપુરથી પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. હાલમાં સોનમ રઘુવંશીને અહીં રાખવામાં આવી છે. આ પછી, પોલીસ સોનમને કોલકાતા અને બાદમાં ગુવાહાટી લઈ જશે. પછી તેને શિલોંગ લઈ જશે.
પોલીસે રાજા રઘુવંશીના હત્યા કેસમાં સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરામાં રાજાની હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. રાજા રઘુવંશી અને તેની પત્ની 23 મેના રોજ ગુમ થઈ ગયા હતા. 2 જૂનના રોજ પત્નીની શોધ દરમિયાન રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.
9 જૂનના રોજ વહેલી સવારે સોનમ યુપીના ગાઝીપુરમાં સામે આવી હતી અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ. અગાઉ, પોલીસ અને એસઆઈએ દેશને હચમચાવી નાખનારા ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોને પણ પકડ્યાં હતા. આ કેસમાં અત્યાર સુધીમાં સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સોનમનો પાંચ વર્ષ નાનો પ્રેમી પણ છે.
ષડયંત્રને અંજામ આપવા માટે, સોનમ અને રાજે શિલોંગને સ્થળ તરીકે પસંદ કર્યું હતું અને સોનમે રાજાને હનીમૂન માટે શિલોંગ જવા માટે રાજી કર્યો હતો. બંનેએ રાજાને મારવા માટે ત્રણ હત્યારાઓ રાખ્યાં હતા. રાજે પોતે શિલોંગ જવાને બદલે, ત્રણ હત્યારાઓ આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીને ઇન્દોરથી જ સોનમ અને રાજાનો પીછો કરવા મોકલ્યાં હતા. હત્યારાઓએ શિલોંગમાં જ રાજાએ જ્યાં સ્કૂટર ભાડે લીધું હતું ત્યાંથી એક બાઇક ભાડે લીધી હતી. ત્રણેયે મધ્યપ્રદેશના હોવાનો દાવો કરીને રાજાનો વિશ્વાસ જીતી લીધો હતો અને સાથે ફરતા રહ્યાં હતા.
એક ગાઇડે ત્રણેય હત્યારાઓને દંપતી સાથે જોયા હતા. આ કેસમાં પોલીસ માટે આ સંકેત પણ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. સોનમની સામે, હત્યારાઓએ સોહરાના બંધ પાર્કિંગ યાર્ડમાં તીક્ષ્ણ હથિયારથી રાજાની હત્યા કરી હતી. આ પછી, રાજાના મૃતદેહને ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહનો નિકાલ કર્યા પછી ત્રણેય હત્યારાઓ અલગ થઈ ગયા હતા. એવું પણ સામે આવ્યું છે કે સોનમ હત્યારાઓને સતત લોકેશન મોકલી રહી હતી.
सोनम ही बेवफा?
— MP Breaking News (@mpbreakingnews) June 9, 2025
क्या हत्यारों को मैसेज के जरिए एक एक जानकारी दे रही थी सोनम? होटल से निकलते समय के सीसीटीवी फुटेज में मोबाइल पर मैसेज भेजती दिखी थी सोनम...#SonamRaghuvanshi #sonamraghuwanshi #rajaraghuvanshi #MeghalayaTragedy #meghalayapolice #MeghalayaMystery pic.twitter.com/qzGm06VM00
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચુકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
સાઉદી અરબમાં ઉમરાહ માટે જતી બસને નડ્યો અકસ્માત, 42 ભારતીયોના મોત, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો | 2025-11-17 11:47:24
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
આ ઘટના ખતરનાક છે, ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની લાશો દાટેલી હાલતમાં મળી | 2025-11-16 19:44:45
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, અનેક હસ્તીઓ રહી ઉપસ્થિત | 2025-11-15 18:46:33
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08