Sat,20 April 2024,5:12 pm
Print
header

રાજકોટ: નરેશ પટેલ અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક- Gujarat post

બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે

રાજકોટમાં 3 કલાક સુધી બંધબારણે  બેઠક યોજાઈ 

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલ સાથે મહત્વની બેઠક કરી છે. હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક મળી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાય તે પહેલા હાર્દિક પટેલ સાથેની આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકીય વર્તૂળોમાં આ બેઠકને નવાજૂની એંધાણના રૂપમાં જોવામાં આવી રહી છે. બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખૂબ પ્રયાસો કર્યાં હતા. હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યું હતુ.ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનું પણ સામે આવ્યુ છે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત આ વાત જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. હાર્દિક પટેલે ટ્વિટર પર જણાવ્યું કે, સાચું બોલવું જોઈએ કેમ કે હું પાર્ટીનુ ભલુ ઈચ્છુ છુ. જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષાએ ખરાં ઉતરી ન શકીએ, તો પછી આ નેતાગીરીનો શું મતલબ છે ! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે, આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch