નવી દિલ્હીઃ ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવસર્જન થશે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થશે. દિલ્હીમાં આજે વન-ટુ-વન બેઠકોનો દૌર ચાલ્યો હતો.ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથેની બેઠકો બાદ ગુજરાત કોંગ્રેસને દિવાળી પહેલા જ એટલે કે 26 ઓક્ટોબરના દિવસે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ બીજા નેતાઓ સાથે બેઠક કરી હતી. ગુજરાતમાં આવનારું કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, તે બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવાયા છે. આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ હાજર હતા.
હાર્દિક પટેલના નામનો સિનિયર નેતાઓએ વિરોધ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો હાર્દિકને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવાય તો મોટાપાયે રાજીનામાની ધમકી આપવામાં આવી હોવાની ચર્ચાઓ છે. હાર્દિકની ઉંમર ઘણી ઓછી હોવાની અને જુનિયર હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બનવાનો ઇનકાર કરી દીધો હોવાનું સામે આવ્યું છે. તેમણે અન્ય જવાબદારી અને અંગત કારણ આગળ ધરીને આ પદનો ઇનકાર કરી દીધો છે.
એક વર્ષથી કોંગ્રેસના પ્રમુખ બદલવા માટેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઈક કારણસર નિષ્કર્ષ આવતો ન હતો.જેથી વારંવાર કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરાઇ હતી, પરંતુ રાજસ્થાન અને પંજાબમાં કકળાટને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ વ્યસ્ત હોવાથી ગુજરાત માટે કોઇ નિર્ણય લેવાયો ન હતો પરંતુ હવે આ તૈયારીઓ થઇ ગઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત આ 6 રાજ્યના ગૃહ સચિવ હટાવવાના આપ્યા નિર્દેશ – Gujarat Post | 2024-03-18 14:50:58
ગરમીમાં શેકાવા રહેજો તૈયારઃ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આગાહી – Gujarat Post | 2024-03-18 14:26:33
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી, તપાસ માટે 9 ટીમો બનાવાઈ | 2024-03-18 11:34:26
ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ બનશે પુતિન, તેમની પાર્ટી 88 ટકા મતો સાથે ભવ્ય વિજય | 2024-03-18 10:40:17
ગુજરાત યુનિ.હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી, ગૃહ રાજ્યમંત્રીએ કડક કાર્યવાહી માટે આપ્યાં આદેશ | 2024-03-17 10:55:00
લોકસભા ચૂંટણીઃ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં થશે વોટિંગ- Gujarat Post | 2024-03-16 16:59:22
Breaking News: 7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, ગુજરાતમાં 7 મેના રોજ વોટિંગ, 4 જૂને પરિણામ | 2024-03-16 16:12:14
લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો, પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી પુત્ર સાથે કોંગ્રેસમાં સામેલ- Gujarat Post | 2024-03-16 11:17:07
ED એ પૂર્વ મુખ્યમંત્રી KCRની પુત્રીની કરી ધરપકડ, દિલ્હી દારૂ કૌભાંડમાં કાર્યવાહી | 2024-03-15 19:18:03
લોકસભા ચૂંટણીઃ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર અભિયાનની કરી શરૂઆત- Gujarat Post | 2024-03-15 18:14:17
અમદાવાદમાંથી લઇ જતી વખતે થયું હતુ આ પરીક્ષાનું પેપર લિક, યુપી પોલીસે આપી માહિતી | 2024-03-15 19:41:21
ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે રૂ.1368 કરોડના બોન્ડ ખરીદ્યા, ગુજરાતી કંપનીઓ પણ ટોપ લિસ્ટમાં- Gujarat Post | 2024-03-15 18:09:46