અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકો પૈકીના એક તથા એક્ષપોર્ટનો મોટો વ્યવસાય કરતાં મયુર ડાયકેમની જુદી જુદી કંપનીઓ અને તેના સંચાલકોના ઘરે ઈન્કમટેક્સના દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યાં હતાં. અમદાવાદ અને વડોદરાના પાદરા સહિત જુદી જુદી જગ્યાઓ પર અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.
પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી છે. ગુજરાતના અનેક કેમિકલના ઉત્પાદકો અને વેપારીઓ મયુર ડાયકેમ સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદના વટવા સ્થિત મયુર ડાયકેમના માલિક મયુર પટેલના નિવાસસ્થાન અને તેમના ભાગીદારોના નિવાસસ્થાનો પર તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યાં છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શનોની વિગતો પણ મળી આવી છે, જેની તપાસ અધિકારીઓ કરી રહ્યાં છે.
મયુર ડાયકેમ દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવેલા આર્થિક વ્યવહારોની વિગતો બહાર આવ્યાં બાદ શુક્રવારે સવારે ઈન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વટવાના બે યુનિટ, પાદરા ખાતેના યુનિટ તેમજ મયુર પટેલ અને તેમના ભાગીદારોના નિવાસસ્થાનો સોલા, બોપલ અને ઓફિસો મળી કુલ 20 જગ્યાઓ પર ત્રાટક્યા હતા.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55