Wed,16 July 2025,7:46 pm
Print
header

ડ્રગ્સની તસ્કરી માટે હવે માસૂમનો ઉપયોગ, મોરેશિયસમાં 6 વર્ષના બાળકની બેગમાંથી મળ્યું ડ્રગ્સ- Gujarat Post

  • Published By Mahesh patel
  • 2025-06-29 18:40:28
  • /

બાળકની બેગમાંથી 14 કિલો ગાંજો પકડાયો, કૂલ 6 લોકો પાસેથી 139 કિલો ડ્રગ્સ જપ્ત 

મોરેશિયસઃ ડ્રગ્સના તસ્કરો દ્વારા નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. જો કે પોલીસની નજરમાંથી માફિયાઓ બચી શક્યા નથી. મોરેશિયસમાં સર શિવસાગર રામગુલામ એરપોર્ટ પર અંદાજે 16 લાખ પાઉન્ડના ડ્રગની હેરાફેરીમાં એક 6 વર્ષના છોકરાની અટકાયત કરાઇ હતી. બાળક ઉપરાંત બીજા 5 લોકો પણ આ ડ્રગ રેકેટમાં પકડાયા છે. આ પૈકી પાંચ બ્રિટિશ નાગરિકો છે. જ્યારે એક રોમાનિયન છે.

આ બધા બ્રિટિશ એરવેજની ગેટલિક જતી ફ્લાઇટમાં હતા. આ ફ્લાઇટ અહીં આવી પહોંચતાં કસ્ટમ્સ અધિકારીઓએ એન્ટી ટ્રાફિક ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સ્નિફર ટોગ્ઝને કાર્યરત કરવામાં આવ્યાં હતા. જેઓએ આ ડ્રગ પકડી પાડયું હતું, જેમાં બાળકની બેગમાંથી પણ ડ્રગ્સ મળ્યું હતુ. તેની માતા પાસેથી પણ ડ્રગ્સ મળ્યું હતુ.

આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.આ બાળકને બ્રિટિશ હાઈકમિશને તત્કાળ ઇંગ્લેન્ડ પાછો મોકલી દીધો હતો. લંડનનાં હીથ્રો એરપોર્ટ ઉપર તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch