Fri,19 April 2024,1:07 pm
Print
header

હિંડનબર્ગના આક્ષેપો ખોટા છે, અમારે ત્યાં અદાણી ગ્રુપની કોઈ શેલ કંપની નથીઃ મોરેશિયસનાં નાણામંત્રીનું નિવેદન

પોર્ટ લુઇસ: મોરેશિયસના નાણામંત્રીએ દેશની સંસદમાં કહ્યું છે કે મોરેશિયસમાં કોઈ શેલ કંપની અસ્તિત્વમાં નથી. નાણાંપ્રધાન મહેન કુમાર સિરુત્તને કહ્યું કે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. મોરેશિયસ OECD ટેક્સ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે.

મોરેશિયસની સંસદમાં એક સાંસદની લેખિત સૂચના પર નાણાંકીય સેવા મંત્રીએ કહ્યું કે દેશનો કાયદો અહીં શેલ કંપનીઓને મંજૂરી આપતો નથી. શરૂઆતમાં હું ગૃહને જણાવવા માંગુ છું કે મોરેશિયસમાં શેલ કંપનીઓની હાજરી અંગેના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. મોરેશિયસમાં શેલ કંપનીઓને મંજૂરી નથી.

અત્યાર સુધી કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી

મંત્રીએ વધુમાં જણાવ્યું કે ફાઇનાન્સિયલ સર્વિસ કમિશન દ્વારા લાઇસન્સ પ્રાપ્ત તમામ વૈશ્વિક કંપનીઓએ કાયદાના દાયરામાં રહીને કામ કરવું પડશે. આ માટે કમિશન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી, ફાઇનાન્સિયલ સર્વિસ કમિશને હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરી છે.

નાણાંકીય સેવા આયોગ આવી માહિતી આપી શકે નહીં

મોરેશિયસના મંત્રીએ કહ્યું નાણાંકીય સેવા આયોગ આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે, વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ વિશેની માહિતી જાહેર કરવી એ ફાઇનાન્સિયલ સર્વિસ એક્ટની કલમ 83નું ઉલ્લંઘન હશે. જેથી હાલમાં સરકાર કોઇ માહિતી વધુ આપશે નહીં.

મોરેશિયસના મંત્રીએ બીજું શું કહ્યું ?

મંત્રીએ કહ્યું કે કંપનીઓનું સંચાલન અને નિયંત્રણ મોરેશિયસથી થવું જોઈએ. આવી કંપનીઓના ઓછામાં ઓછા 2 ડિરેક્ટર મોરેશિયસમાં હોવા જોઈએ. આ કંપનીઓના મુખ્ય બેંક ખાતા દેશમાં જ રાખવા જોઈએ. તેમના એકાઉન્ટિંગ રેકોર્ડ્સ મોરિશિયસ રજિસ્ટર્ડ ઓફિસ સાથે હંમેશા અપડેટ કરવા જોઈએ. આવી કંપનીઓનું નાણાંકીય નિવેદન તૈયાર હોવું જોઈએ.

અમેરિકન કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023 ના રોજ તેનો સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જો કે, અદાણી ગ્રુપે રિપોર્ટમાં લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યાં હતા. આ બધા મામલે ભારતમાં પણ હોબાળો મચી ગયો છે. વિપક્ષ કોંગ્રેસેે આ મામલે તપાસની માંગ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch