મહિલાને બહેનપણી દ્વારા મૌલવીનો પરિચય થયો હતો
મૌલવી કેનેડાનો નાગરિક છે
ભરૂચઃ અંકલેશ્વર નજીકના એક ગામમાં હચમચાવી દે તેવી ઘટના બની છે. એક મદ્રેસાના મૌલવીએ મહિલાને લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાનો પરિચય તેની બહેનપણી દ્વારા મદ્રેસાના 52 વર્ષીય મૌલવી અઝ્વદ બેમાત સાથે થયો હતો. મૌલવીએ મહિલાને વારંવાર મેસેજ અને કોલ કરીને નિકાહ કરવાની લાલચ આપી હતી.
ગત 9મી નવેમ્બરે મૌલવીએ મહિલાને મદ્રેસા પાસેના પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે મહિલાને સુગંધી પાણી પીવડાવ્યું, જેના કારણે મહિલા અર્ધ-બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને મૌલવીએ મહિલાની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ પછી મૌલવીએ મહિલાને તાત્કાલિક ધર્માંતરણ (ધર્મ બદલવા) માટે દબાણ કર્યું હતું. જો તે ધર્મ નહીં બદલે, તો મૌલવીએ મહિલાને બદનામ કરવાની અને તેનાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલાએ હિંમત કરીને પાનોલી પોલીસ સ્ટેશનમાં આરોપી મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુષ્કર્મનો આરોપી મૌલવી કેનેડાનો સિટિઝન છે. પોલીસ હવે આરોપીએ અન્ય કોઈ મહિલાને પણ આ રીતે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47
બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક રૂ. 4000 ની લાંચ લેતા ઝડપાયા, જન્મના દાખલા માટે લીધી હતી લાંચ | 2026-06-09 15:56:30