Fri,19 April 2024,9:47 pm
Print
header

પાટીદાર એટલે ભાજપ.. જાણો રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું ?

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપ દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કેંદ્રીય મત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે. આ 'જન આશીર્વાદ યાત્રા' અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેઓએ પાટીદાર સમાજના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આરોગ્ય મંત્રી બન્યાં બાદ મનસુખ માંડવિયા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, રાજકોટ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના પેડક રોડ સ્થિત અટલ બિહારી ઓડિટોરીયમમાં મનસુખ માંડવિયાએ લેઉઆ અને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. માંડવિયાએ પાટીદાર અગ્રણીઓને સંબોધતા જણાવ્યું કે પાટીદાર એટલે જ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને ઘણું જ મહત્વ આપ્યું છે.

ગુજરાતમાં સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનું પાસુ છે. આમ તો પાટીદાર સમાજ ભાજપનો સૌથી મોટો સમર્થક સમાજ માનવામાં આવે છે, પરંતુ અનામત આંદોલન બાદ પાટીદારો ભાજપથી દૂર થઈ રહ્યાં છે. થોડા સમય પહેલા યોજાયેલી સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતમાં પાટીદારોનું મોટું યોગદાન રહ્યું હતું. આથી મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા થકી ભાજપે પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch