Sat,20 April 2024,4:01 pm
Print
header

શું કેરી ખાવાથી શરીરનું વજન વધી શકે છે ? આ વાંચી લેજો નહીં તો પસ્તાશો

ગરમીના દિવસોમાં મોટાભાગે લોકો કેરી ખાવાનું પસંદ કરે છે. કેરી એક એવું ફ્રૂટ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ હોય છે. પરંતુ કેટલાક લોકો ખાસ કરીને કેરી ખાતા નથીં. કારણ કે, તેમને લાગે છે કે, તેનાથી વજન વધી શકે છે. પરંતુ શું ખરેખર તેનાથી દુર રહેવું જોઈએ કે કેરી ખાવી જોઇએ આવો જાણીએ.

કેરીમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામીન ઈ, વિટામીન સી, કોપર, ફોલેટ હોય છે. તેમાં એક ટકા ફેટ હોય છે. પ્રોટીન અને ફાઈબરની ભરપૂર માત્રા હોય છે જે પાચનતંત્રને મજબુત કરે છે. તેવામાં ડાઈટેરી ફાઈબર હર્ટ ડિજીજ અને ટાઈપ-2 ડાયાબિટીસનો નાશ કરે છે.

જો તમે દરરોજ કેરીનો રસ, મિલ્ક શેક, જ્યૂસ, મેંગોક્રિમ, આઈસ્ક્રીમ અને મેંગો પાઈનું સેવન કરો છો તો તમારૂ વજન વધી શકે છે. એક કેરીમાં આશરે 150 કેલેરી હોય છે. જરૂરથી વધારે કેલેરીને કારણે વજનમાં વધારો થઈ શકે છે માટે જ જમ્યા બાદ કેરી ખાવાથી કેલેરી ઈનટેક વધશે. તેનાથી બચવા માટે તમારે સવારે કે સાંજે નાસ્તામાં કેરી ખાવી જોઈએ.

કેરી ખાવાના અનેક ફાયદાઓ

કેરીમાં જીક્સૈન્થિન અને કૈરોટિન હોય છે જે આંખો અને ત્વચા માટે લાભકારક હોય છે. તેમાં રહેલા એન્જાઈમ સ્કિન ઈજિંગની સમસ્યાને દુર કરે છે. કેરીમાં ફેનોલિટ કમ્પાઉડ હોય છે જે શરીરનો સોજો, ઈજાને સ્વસ્થ કરવાનું કામ કરે છે. તે સિવાય વજનને ઓછુ કરવામાં પણ મદદરૂપ બને છે. કેરીમાં ફાઈબર અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કોઈ પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્જાઈમ હોય છે. જે હૃદયરોગના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે. ફાઈબરની ભરપૂર માત્રા હોવાને કારણે પાચનક્રિયાને મજબૂત કરે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar