Wed,24 April 2024,6:59 pm
Print
header

મંદિરા બેદીના પતિનું હાર્ટઅટેકથી નિધન, ફિલ્મ-ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ

મુંબઈઃ જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું સવારે હાર્ટ અટેકથી નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા મંદિરા અને રાજને બે બાળકો છે.સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ફેંસ રાજના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે.

રાજ કૌશલ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. તેમણે કરિયરની શરૂઆત એકટર તરીકે કરી હતી. બાદમાં ડાયરેકશનમાં હાથ અજમાવ્યો હતો. રાજ કૌશલે એંથની કૌન હે, શાદી કે લડ્ડૂ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. મંદિરા બેદી અને રાજે ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા 19 જૂન 2011 ના રોજ મંદિરાએ પુત્રને જન્મ આપ્યો હતો. 2020માં મંદિરા અને રાજે એક પુત્રી દત્તક લીધી હતી. ફિલ્મ ડાયરેક્ટર ઓનિરે રાજના નિધનની પુષ્ટિ કરી છે તેમણે ટ્વીટ કરીને લખ્યું ખૂબ જલદી ચાલ્યો ગયો. આપણે ફિલ્મ મેકર અને પ્રોડયૂસર રાજ કૌશલને ગુમાવી દીધા છે. ખૂબ જ દુખી છું. તેઓ મારી પ્રથમ ફિલ્મ માઈ બ્રધર નિખિલના પ્રોડ્યૂસર હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch