Tue,23 April 2024,7:56 pm
Print
header

મમતા બેનર્જીએ શરદ પવાર સાથે કરી મુલાકાત, રાજકીય નવાજૂનીના એંધાણ !

આગામી ચૂંટણીઓ પહેલા મોદી સામે મોટો મોરચો ભેગો થઇ શકે છે

મુંબઈઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જે બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વાતચીત કરી હતી. શરદ પવારે કહ્યું કે, કેન્દ્રની સત્તારૂઢ  ભાજપ સરકાર સામે એકજૂટ થવું પડશે. જે પણ લોકો બીજેપી વિરોધી છે, તે અમારી સાથે આવશે તો તેમનું અમે સ્વાગત કરીશું.

ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું, દેશમાં ફાસિઝ્મ ચાલી રહ્યું છે. તેથી એક વૈકલ્પિક ફોર્સ બનવી જોઈએ. એકલા રહેવાથી કંઇ નહીં થાય. સ્ટ્રોંગ અલ્ટરનેટિવ ફોર્સની વાત થવી જોઈએ. જેથી મોદી સરકાર સામે લડત આપી શકાય.

શરદ પવાર અને મમતા બેનર્જીની મુલાકાત વખતે એનસીપીના સિનિયર નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યાં હતા. જેને લઈ આગામી દિવસોમાં રાજકીય નવા જૂની થવાની શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch