Fri,26 April 2024,4:22 am
Print
header

મલેશિયામાં પણ જાકીર નાઇક હિન્દુઓ સામે ઝેર ઓકી રહ્યો છે, સરકારે કડક કાર્યવાહીના સંકેત આપ્યાં

ધર્મના પ્રચારના નામે કથિત આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જાકિર નાઇક સામે ભારતીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે તેને મલેશિયામાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે મલેશિયામાં હિન્દુઓની પાસે ભારતના લઘુમતી મુસ્લિમોથી પણ 100 ગણા વધુ અધિકારો છે, અને આપણી પાસે તે નથી, તેને અહી શાંતિભંગ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે, જેથી મલેશિયાના મંત્રી મુહિદ્દીન યાસીને જણાવ્યું કે નાઇકની વિરુદ્ધ તાત્કાલિત પગલા ભરવામાં આવશે.

મલેશિયામાં 60 ટકા વસ્તી મુસ્લિમોની છે અને હિન્દુઓની વસતી ઓછી છે, જાકીર પર ભારત સરકારે સકંજો કસ્યો છે, તેના બેંક એકાઉન્ટના વિવાદીત ફંડો મળ્યાં બાદ ઇડીએ તેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. અને પ્રત્યાર્પણ માટે પ્રયાસો વધારી દીધા છે, તે છેલ્લા ત્રણ વર્ષથી મલેશિયામાં છુપાયો છે, 2016માં બાંગ્લાદેશ ની રાજધાની ઢાકામાં થયેલા આતંકવાદી હુમલામાં પણ નાઇકનું કનેક્શન સામે આવ્યું હતુ, તેના જાતિવાદી ભાષણોથી યુવાઓ આતંકવાદી ગતિવિધી ઓ કરતા થયા છે, તેની વિરુદ્ધ બાંગ્લાદેશ માં પણ કેસ ચાલી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch