મહેસાણાઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ રમી રહેલા 13 વર્ષના વિદ્યાર્થીનું અચાનક હૃદયરોગના હુમલાથી મોત થયું છે. આ વિદ્યાર્થી વાંકાનેરનો હતો અને ત્રણ વર્ષથી આ શાળામાં ભણતો હતો. આ ઘટનાથી બાળકનો પરિવાર આઘાતમાં છે.
આ દુ:ખદ ઘટના રવિવાર, 24 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.વાંકાનેરની ધરમ સોસાયટીમાં રહેતો 13 વર્ષનો જમીલ ગૌતમભાઈ કણસાગરા શાળાના મેદાનમાં અન્ય બાળકો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન જમીલ અચાનક ઢળી પડ્યો અને બેભાન થઈને નીચે ઢળી પડી ગયો હતો. શાળાના આચાર્ય અને સ્ટાફે તાત્કાલિક તેને સારવાર માટે શંકુજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ડોક્ટરે કહ્યું કે તેનું હાર્ટએટેક આવતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં લાંઘણજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
ડોક્ટરે શું કહ્યું ?
માતાપિતાએ તેમના પુત્રના મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. તેમણે અગાઉ તેમના પુત્રને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. જોકે, મોતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તેમના વિસેરા લેવામાં આવ્યાં છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યાં છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે વિસેરા રિપોર્ટ આવ્યાં પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે. પરંતુ તેઓએ એવો ભય વ્યક્ત કર્યો છે કે વધુ પડતી દોડવાથી હૃદય પર ભાર પડી શકે છે અને લોહી ગંઠાઈ જવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી | 2026-05-11 08:53:58
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે | 2026-05-10 08:46:01