Thu,25 April 2024,6:13 pm
Print
header

ગુજરાતનું ગૌરવ, મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે મેળવી આ સિદ્ધિ - Gujarat post

મહેસાણા પોલીસકર્મીની દીકરીએ સિંધુ અને સાઈનાનો રેકોર્ડ તોડી નાખ્યો 

મહેસાણાઃ ગુજરાત ખેલજગતમાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.ગુજરાતના મહેસાણાની દિકરી બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક મેળવીને દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.તસનીમ મીરના પિતા પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવે છે. મહેસાણા પોલીસકર્મીની દીકરીએ સિંધુ અને સાઈનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તસનીમ મીર ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની છે. તસનીમના પિતા પોલીસકર્મી અને તસનીમના કોચ પણ છે. 

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફથી અંડર 19 માટે રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તસનીમ 10,810 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર હતી. તસનીમ મીરે નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ટાઈટલ મેળવ્યાં છે. 11 સપ્ટેમ્બર 2019માં શરુ થયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિાલ સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તસનીમે વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરૂઆત કરી હતી. તસનીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch