Wed,24 April 2024,8:42 am
Print
header

માલધારી સમાજનું મહાસંમેલન, ડબલ એન્જિનની સરકાર જો માલધારી વિરોધી કાળો કાયદો પાછો નહીં લે તો ઉગ્ર આંદોલન- Gujarat post

ભાજપ સરકારને ચેતવણી, માલધારી વેદના મહાસંમેલનમાં આવેલા હજારો લોકોએ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ

માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો રહ્યાં હાજર 

માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ મહાસંમેલનમાં લીધો ભાગ 

ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી નજીક આવતા જ દરેક સમાજના લોકો પોતાની માંગોને લઇને સરકાર સામે મોરચો માંડી રહ્યાં છે. અડાલજ પાસેના શેરથામાં માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યાં છે. માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો, 17 કરતાં વધુ સંસ્થાઓના વડાઓ,માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ મહા સંમેલનમાં ભાગ લીધો હતો.

સમાજના પ્રવકતા નાગજી દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકાર 2022માં ઢોર અંકુશ નિયંત્રણ કાયદો લાવી છે તે કાયદો સરકારી પડતર જમીનો, ગૌચરો, તળાવો તેમના માન્યા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે. આ કાયદો પાછો લેવો જોઇએ. રસ્તાઓ પર પશુઓને કારણે અકસ્માત થાય છે તે અંગેનું ઢોર અંકુશ નિયંત્રણ બિલ છે. પરંતુ સમાજની માંગણીઓ પણ સરકારે સ્વીકારવી પડશે, અમે ઢોરોને કારણે થતા અકસ્માતોની તરફેણમાં જરા પણ નથી. પરંતુ અમારા સમાજને હેરાન કરાઇ રહ્યો છે તે સહન કરાશે નહીં.

સમાજના આગેવાન મનીષ નાગોરએ જણાવ્યું કે જો રબારી, ભરવાડ, આહીર અને ગઢવી આ 4 સમાજ એક મંચ પર ઊભો રહી જાય તો કોઈના બાપની તાકાત નથી કે આપણી સામે ઊભો રહે. માલધારી સમાજની ખામી એ છે કે આપણે એકબીજાની સાથે નથી. જે રીતે સુરતમાં ખાતરી આપી હતી એ જ રીતે હું આજે ખાતરી આપું છું કે રાજકોટ બાજુ કોઈપણ વાહન જવા નહીં દઈએ. આખું સૌરાષ્ટ્ર રોકવાની અમારામાં તાકાત છે, તેમને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નોંધનિય છે કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર રખડતા ઢોરને તંત્ર દ્વારા જપ્ત કરાઇ રહ્યાંં છે અને સમાજ હેરાન પરેશાન થઇ રહ્યો છે. જેથી હવે સરકાર સામે સમાજે પોતાની માંગોને લઇને મોરચો માંડ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch