Tue,23 April 2024,12:15 pm
Print
header

મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે નવી રણનીતિ, એનસીપી સુપ્રીમો શરદ પવારની PM મોદી સાથે મુલાકાત

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેના એનસીપી-કોંગ્રેસના ભરોસે બેઠી છે અને સરકાર બનાવવા ગતિવિધીઓ તેજ બની છે, પરંતુ આજે એનસીપીના સુપ્રીમો શરદ પવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા રાજનીતિક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, જો કે એનસીપીનું કહેવું છે કે શરદ પવારે મહારાષ્ટ્રના ખેડૂતોની દયનિય સ્થિતિને લઇને પીએમ સાથે મુલાકાત કરી છે, પરંતુ આ બેઠકમાં મહારાષ્ટ્રની નવી સરકાર પર પણ ચર્ચા થઇ હશે, કારણ કે મોદીએ સંસદમાં પણ શરદ પવારના વખાણ કરીને બધાને વિચારતા કરી દીધા હતા.

પવાર-મોદીની મુલાકાત પર શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે તેમને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મોદી સાથે મુલાકાત કરી છે, નવી કોઇ રાજકીય સાંઠગાંઠની વાત ફગાવી દીધી છે, આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની જ સરકાર બનશે, આ પહેલા ભાજપના ચાર સાંસદો શરદ પવારને મળવા પહોંચ્યાં હતા, જેને લઇને પણ ચર્ચાઓ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કઇ નવું થવા જઇ રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch