અમિત શાહ-જે.પી નડ્ડા સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના ધારાસભ્ય નીતિન દેશમુખની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો નથી. બધું સારું થઇ જશે.
મુંબઈ/સુરતઃ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ મચી છે. મંગળવારે સવારે માહિતી મળી હતી કે ઉદ્ધવ સરકારના 20 બળવાખોર ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે, તેમની સાથે શિવસેના નેતા અને મંત્રી એકનાથ શિંદે પણ છે.
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં સાંભળ્યું છે કે અમારા ધારાસભ્યો સુરતમાં છે. તેઓ ચોક્કસપણે પાછા આવશે.કારણ કે તેઓ બધા શિવસેનાને સમર્પિત છે. મને ખાતરી છે કે અમારા તમામ ધારાસભ્યો પાછા ફરશે,બધું સારું થઈ જશે. મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો નથી.
બીજી તરફ ધારાસભ્ય નીતિન દેશમુખને સવારે 4:00 વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.તેમની તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ સ્પેશિયલ રૂમ નંબર 15માં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મીડિયા કર્મીઓને રૂમ સુધી જતા રોકવામાં આવ્યાં છે.
ભાજપ એકનાથ શિંદેના નિર્ણયની રાહ જોઈ રહી છે, કોંગ્રેસે તેમના મંત્રી વિશ્વજીત કદમને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે વાતચીત કરવા મોકલ્યાં છે.બીજી તરફ ભાજપ શિવસેનાની સરકાર ઉથવાવવા તૈયાર હોવાના એંધાણ છે
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યાં છે. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં દિલ્હી પહોંચી જશે.
એકનાથ શિંદે સાથે બળવાખોર ધારાસભ્યોની યાદી
પ્રકાશ સર્વેક્ષણ
મહેશ શિંદે
સંજય શિંદે
સંજય બંગારી
અબ્દુલ સત્તાર (મંત્રી)
જ્ઞાનેશ્વર ચૌગુલે
શંભુરાજ દેસાઈ
ભરત ગોગાવાલે
સંજય રાઠોડ
સંજય રાયમુલકરી
ચંદ્રકાંત પાટીલ
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27