મહારાષ્ટ્રઃ અકોલામાં જૂના શહેરમાં બે સમૂદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ પથ્થરમારો થયો હતો. બદમાશોએ અનેક વાહનોની તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. બે જૂથો વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ વિસ્તારમાં પહોંચી ગયું હતું. અહીં કલેક્ટરે કલમ 144 લગાવી દીધી છે.
અકોલામાં શનિવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર કોઇએ એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી, જેને કારણે ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. તો પોલીસ સ્ટેશને પહોંચેલા ટોળાએ બેકાબૂ બનીને વાહનોમાં તોડફોડ કરતા પોલીસે પણ સામે જવાબ આપ્યો હતો.
આ ઘટના જૂના શહેરના ગંગાધર ચોક, પોલા ચોક, હરિહર પેઠ વિસ્તારની ટાઉનશીપમાં બની હતી. અહીં બે સમૂદાયો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા અને અનેક વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસ વાહન તેમજ ફાયર એન્જિન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા ફાયર કર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ સાથે અકોલા જિલ્લાની આસપાસના વાશિમ, બુલઢાણા, અમરાવતીથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. એડિશનલ એસપી મોનિકા રાઉતે જણાવ્યું કે અત્યાર સુધી પોલીસે આ કેસમાં 15 લોકોને કસ્ટડીમાં લીધા છે. કલેક્ટરના આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એડિશનલ એસપી મોનિકા રાઉતે કહ્યું કે આ કેસમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે લગભગ 7 થી 8 વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38