Wed,19 February 2025,9:26 pm
Print
header

જલગાંવમાં અફવાએ લીધો 11 લોકોનો જીવ, આગની અફવા બાદ ટ્રેનમાંથી નીચે કૂદી ગયેલા લોકોનાં મોત

મહારાષ્ટ્રઃ જલગાંવમાં ટ્રેનમાંથી નીચે કૂદી પડેલા 11 લોકોનાં મોત થઇ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાથી લોકો નીચે કૂદવા લાગ્યા હતા, જેમાં બાજુમાં જઇ રહેલી કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવી જતા મુસાફરોનાં મોત થઇ ગયા છે.

રેલવે પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, અફવા કોણે ફેલાવી હતી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે,

પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઇ જતી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી, નોંધનિય છે કે ટ્રેનમાં સ્પાર્કને કારણે ટ્રેન ધીમી કરી દેવામાં આવી હતી, ત્યારે જ આગની અફવાથી લોકો નીચે કૂદી પડ્યાં હતા અને બીજી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch