Fri,26 April 2024,3:52 am
Print
header

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે MLA દેશમુખે કહ્યું- મને બળજબરીથી ઈન્જેક્શન લગાવીને માર મારવામાં આવ્યો- Gujarat Post

હું હંમેશા ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક રહીશ 

મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતની હોટલથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યાં બાદ દેશમુખે કહ્યું કે 20 થી 25 લોકો મને હોસ્પિટલ લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન લગાવ્યું હતું. તે ઇન્જેક્શન કયું હતું તે મને ખબર નથી. મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કારણે હું કંઈ સમજી શક્યો નહીં. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો અને શિવસેનામાં જ રહીશ.

સુરતના સ્થાનિક શિવસેના નેતા પરેશ ખેરે જણાવ્યું કે નીતિન દેશમુખ હોટલમાંથી બહાર ચોકડી પર આવ્યાં હતા, જ્યાં તેમણે મુંબઈ જવા માટે અમારી પાસે મદદ માંગી હતી. અમે ચોકડી પર પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસ તેમને પકડીને હોટલમાં લઈ જતી હતી.અમે પણ તેમની પાછળ ગયા હતા પરંતુ અમને હોટલની બહાર રોકી દેવામાં આવ્યાં હતા.

શિવસેનાએ દાવો કર્યો કે જ્યારે તેઓ મુંબઈ પાછા જવા માટે હોટલમાં હંગામો મચાવી રહ્યાં હતા, ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો. હોટલમાં હંગામા દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારી અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ નીતિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે નીતિન દેશમુખને સુરતની હોટલમાં હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ ભાજપના લોકોએ તેમને બંધક બનાવ્યાં હતા, તેમના 9 ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરશે.9 ધારાસભ્યો મુંબઈ પાછા આવવા માગે છે, પરંતુ તેમને પાછા આવવા દેવાયા નથી.

નીતિન દેશમુખની પત્ની પ્રાંજલિએ અકોલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પ્રાંજલિએ ફરિયાદમાં કહ્યું- તેમના પતિ મંગળવારે સવારે અકોલા સ્થિત તેમના ઘરે આવવાના હતા, પરંતુ સોમવાર સાંજથી તેમનો મોબાઇલ રિસીવ નથી થઈ રહ્યો. મારા પતિ ગુમ થઈ ગયા છે, તેમનો જીવ જોખમમાં છે.

રાજકીય ઉથલ પાથલના બીજા દિવસે એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો વિશેષ ફ્લાઇટ દ્વારા ગુવાહાટી પહોંચ્યા છે. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસો દ્વારા તેમને હોટેલમાં લઈ જવામાં આવ્યાં હતા. ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પોતે તેમની દેખરેખ રાખી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch