Thu,18 April 2024,8:34 am
Print
header

ડોક્ટર પરિવારના 9 લોકોના સામૂહિક આપઘાતથી સનસની, મહારાષ્ટ્રના સાંગલીનો બનાવ- Gujarat Post

મુંબઇઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ આત્મહત્યા કરી લેતા સનસની મચી ગઇ છે. આ ઘટનાથી તેમના સંબંધીઓ આઘાતમાં છે. ડોક્ટર પરિવારના આ તમામ લોકો ઝેર ગટગટાવીને અલગ-અલગ ઘરમાં મોતને ભેટ્યા છે. પોલીસને સાંગલીના અંબિકા નગર અને રાજધાની કોર્નરમાંથી આ મૃતદેહ મળ્યાં છે. 

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉક્ટર પરિવારને દેવું વધી જતાં કંટાળીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટર દંપતીના એક ઘરમાંથી છ અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે.પાડોશીએ સવારે ડોક્ટર દંપતીના ઘરનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો, જેથી પાડોશીને શંકા જતા દરવાજો ખોલીને અંદર જોયું તો 6 મૃતદેહ પડ્યા હતા.બીજા ઘરમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. 

આત્મહત્યા કરનારાઓમાં પોપટ યુલ્લાપ્પા વનમોર (ઉંમર-52 વર્ષ), સંગીતા પોપટ વનમોર (ઉંમર-48 વર્ષ), અર્ચના પોપટ વનમોર (ઉંમર-30 વર્ષ), શુભમ પોપટ વનમોર (ઉંમર-28 વર્ષ), માણિક યુલ્લાપ્પા વનમોર (ઉંમર 49 વર્ષ), રેખા માણિક વનમોર (ઉંમર - 45 વર્ષ), અનિતા માણિક વનમોર (ઉંમર - 28 વર્ષ), અક્કતાઈ વનમોર (ઉંમર - 72 વર્ષ) અને આદિત્ય માણિક વનમોર (ઉંમર.15) નો સમાવેશ થાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch