Sat,20 April 2024,12:57 pm
Print
header

ભાજપે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ પદની કરી ઓફર- Gujarat Post

મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ દેખાઇ રહી છે, ઉદ્ધવ સરકારના મંત્રી અને બળવાનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેને ભાજપે ડેપ્યુટી સીએમ પદની ઓફર કરી છે. શિંદે શિવસેનાથી અલગ જૂથ બનાવી શકે છે. મહારાષ્ટ્ર એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગના અહેવાલ વચ્ચે શિંદે મોડી રાત્રે સુરત પહોંચી ગયા છે. શિંદે લગભગ 20 ધારાસભ્યો સાથે સુરતની હોટલમાં રોકાયા છે.

એકનાથ શિંદેએ તમામ ધારાસભ્યોને તેમના ફોન સ્વીચ ઓફ રાખવાની સૂચના આપી છે, શિંદેની સાથે રહેલા તમામ ધારાસભ્યોના મોબાઇલ ફોન બંધ છે. પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને અહીંની લો મેરીડિયન હોટલમાં રોકાયા છે. હોટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઇ છે.સોમવારે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 5 બેઠકો જીતી લીધી હતી. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને બે-બે બેઠકો મળી છે, કોંગ્રેસને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટ કરીને એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યાં, તેમણે ટ્વિટમાં લખ્યું- 'શાબાશ એકનાથ શિંદે.. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને (MVA) બીજેપી તરફથી બીજો મોટો ઝટકો લાગી શકે છે. MVAમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. મુંબઈમાં શિવસેનાના એક નેતાએ કહ્યું હતું કે શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેનો સંપર્ક થઈ શક્યો નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch