Thu,25 April 2024,5:06 am
Print
header

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પોલીસે કરી ધરપકડ, ઉદ્ધવ ઠાકરે પર આપ્યું હતુ વિવાદાસ્પદ નિવેદન

મુંબઇઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત નિવેદન આપતા પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા છે. પોલીસે ચાપુલનથી તેમની ધરપકડ કરી લીધી છે. રાણેએ વાંધાજનક નિવેદન આપતા કહ્યું હતુ કે ઉદ્ધવ ઠાકરેના કારણે જ મહારાષ્ટ્રમાં 1 લાખ 57 હજાર લોકો મૃત્યું પામ્યા છે કોરોનાની ત્યાં કોઈ રસી નથી, કોઈ સ્ટાફ નથી. શું તે દિવસો પાછળ જોતા હતા અને પૂછતા હતા કે આપણે આઝાદ થયાને કેટલા વર્ષો વીતી ગયા. અરે, અમને કેવી રીતે ખબર નથી. મેં તેમને ત્યાં થપ્પડ મારી હોત. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને કાનની નીચે થપ્પડ મારવાની વાત કરતા જ મુંબઇમાં ઠેર ઠેર જોરદાર દેખાવો થયા છે. શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. નારાયણ રાણે સામે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર નોંધવામાં આવી છે, રત્નાગિરિ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરી લેવાઇ છે. 

શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. મુંબઈ, નાસીક, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા સ્થળોએ દેખાવો થઇ રહ્યાં છે.

શિવસેવા કાર્યકરોનો ગુસ્સો નારાયણ રાણે સામે દેખાઈ રહ્યો છે, ત્યારે તેમના પુત્ર અને ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્ર પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેમને રત્નાગિરિ પાસે રોકવામાં આવ્યાં હતા, પોલીસે તેમને મારી નાખવાની ધમકી આપી છે.નાસિક પોલીસ વડા દીપક પાંડ્યાએ તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.રત્નાગિરિ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વખતે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો, હાલમાં પણ મહારાષ્ટ્રના અનેક શહેરોમાં સ્થિતી નિયંત્રણ બહાર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch