Thu,18 April 2024,12:08 pm
Print
header

એકનાથ શિંદેએ કહ્યું અમે ક્યારેય છેતરપિંડી કરી નથી અને કરીશું પણ નહીં, હું બાલાસાહેબનો કટ્ટર શિવસૈનિક છું- Gujarat Post

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ બાલાસાહેબના કટ્ટર શિવસૈનિક છે. તેમણે ક્યારેય છેતરપિંડી કરી નથી અને ક્યારેય આવું કરશે નહીં, આ વાત તેમણે પોતાના ટ્વિટર સ્ટેટ્સ દ્વારા વ્યક્ત કરી છે. અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાલાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે, વિચારો અને ધરમવીર આનંદ દીઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય છેતરપિંડી કરી નથી, ક્યારેય સત્તા માટે છેતરાશું પણ નહીં.

આપત્તિમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. શિંદે લગભગ 20 ધારાસભ્યો સાથે 'સંપર્કની બહાર' છે. તેઓ સુરતમાં એક લક્ઝરી હોટલમાં રોકાયા છે. સુરતની આ હોટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકનાથ શિંદેની સાથે લગભગ 20 ધારાસભ્યો છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે. બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 144 ધારાસભ્યોની જરૂર છે.આ બધુ ભાજપના ઇશારે કરાયું હોવાના શિવસેનાના આરોપ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch