Wed,31 May 2023,2:18 am
Print
header

કોલ્હાપુરઃ ટ્રકમાંથી મળી આવેલા 63 બાળકો મદરેસામાં અભ્યાસ કરતા હતા

મહારાષ્ટ્રઃ કોલ્હાપુરમાં એક ટ્રકમાંથી 63 માસૂમ બાળકો મળી આવવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. કોલ્હાપુરમાં એક ટ્રકમાં 63 નાના બાળકો હતા. 17 મે બપોરે 2 વાગ્યે આ બાળકો મળી આવ્યાં છે. આ તમામ બાળકો 8 થી 12 વર્ષની વય વચ્ચેના છે. જેઓને બિહાર અને પશ્ચિમ બંગાળથી ટ્રેન દ્વારા કોલ્હાપુર લઇ જવાયા હતા. પહેલા લાગ્યું હતુ કે કોઇ એમને ખોટી રીતે લઇ જઇ રહ્યું છે, બાદમાં આ બાળકો એક મદરેસાના સ્કૂલના હોવાનું સામે આવ્યું હતુ.

બધા બાળકો મદરેસામાં ભણતા હતા

સ્ટેશન પર પહોંચ્યાં બાદ કેટલાક હિંદુવાદી સંગઠનોએ બાળકોને ટ્રકમાં બેસાડવા અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસના જણાવ્યાં અનુસાર આ તમામ બાળકો મદરેસામાં અભ્યાસ કરતા હતા. ઉનાળાના વેકેશનમાં સૌ પોતપોતાના ઘરે ગયા હતા. બધા મળીને ટ્રેનમાં કોલ્હાપુર સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ તપાસમાં જોડાઈ

પોલીસે બાળકોને ટ્રકમાંથી ઉતારી તપાસ કરતાં તમામ બાળકો પાસે આધારકાર્ડ અને ઓળખકાર્ડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં મદરેસામાંથી મૌલાનાને બોલાવવામાં આવ્યાં હતા, તેમની પાસે આ બાળકોના નામ, પરિવારના નામો અને અન્ય માહિતી હતી. પોલીસે આ બાળકોની માહિતી એક એનજીઓને પણ આપી છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch