Tue,23 April 2024,3:34 pm
Print
header

મહારાષ્ટ્રમાં 15 દિવસ સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં  લોકડાઉન 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં હવે 15 જૂન સુધી લોકડાઉન લાગુ રહેશે. લોકડાઉન લંબાવવાનું કારણ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનથી જે રાહત મળી છે તેને ગુમાવી દેવી નથી જો કે જે જિલ્લામાં કોરોનાના ઓછા કેસ નોંધાશે ત્યાં થોડી છૂટછાટ આપવામાં આવશે. કહ્યું કે અમારી મુખ્ય જવાબદારી રાજ્યને કોરોનાથી સુરક્ષિત રાખવાની છે.

રાજ્યના નાગરિકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમો બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં વધુ 15 દિવસ લોકડાઉન લંબાવવામાં આવે છે જે 15 જુન સુધી અમલમાં રહેશે. જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે.આ વખતે પણ લોકડાઉન દરમિયાન રાજ્યમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પહેલાની જેમ અવર-જવરની છૂટ મળશે. પરંતુ જરુરી સામાન સાથે જોડાયેલી દુકાનો જે હાલ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી, તેને 1 જૂનથી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી હશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch