Fri,19 April 2024,5:24 am
Print
header

કોરોના ડેલ્ટા વેરિયેન્ટનો ખતરો વધ્યો, આ રાજ્યમાં 30 કેસ મળતા હડકંપ

મહારાષ્ટ્રઃ કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિયેન્ટના 30 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. નાસિકમાં 30 દર્દીઓ ડેલ્ટા વેરિયેન્ટથી સંક્રમિત થયા છે. તેમાંથી 28 દર્દી ગ્રામિણ વિસ્તારના છે, 2 દર્દી ગંગાપુર અને સાદિક નગરના છે. ડેલ્ટાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યાં છે. 

નાસિક હોસ્પિટલના સર્જન કહ્યુે કે નાસિકમાં ડેલ્ટા વેરિયેન્ટથી 30 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી ઘણા દર્દી સિન્ના, નંદગામ, નિફાડ વગેરા, યેઓલાના છે. સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતા, ત્યાર બાદ બધા સેમ્પલ ડેલ્ટા વેરિયેન્ટથી પોઝિટિવ આવ્યાં છે. 

તેમણે લોકોને અપીલ કરી કે માસ્ક પહેરવુ જોઈએ, સાફ-સફાઇ કરવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ જોઈએ. ડેલ્ટા સંક્રમણ ભીડભાડ અને નજીકના સંપર્કથી ફેલાય છે, તેથી જરૂરી સાવચેતી રાખો. ડેલ્ટા વેરિયેન્ટ કોરોના વાયરસનો B.1.617.2 પ્રકાર છે, જેની ઓળખ પ્રથમવાર ભારતમાં થઈ હતી. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 33, મધ્ય પ્રદેશમાં 11 અને તમિલનાડુમાં 10 કેસ નોંધાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch