Tue,16 April 2024,7:40 pm
Print
header

થોડા કલાકોમાં જ મુંબઇ પાસેથી પસાર થશે તૌકતે વાવાઝોડું, વર્લી સી-લિંક બંધ કરી દેવાઇ

મુંબઇઃ તૌકતે વાવાઝોડું શરૂ થઇ ગયું છે અને થોડા જ કલાકોમાં જ તે મુંબઇ પાસેથી પસાર થશે જેની ઝડપ 120 કિ.મીની આસપાસ હોય શકે છે આ ભયાનક વાવાઝોડામાં દેશભરમાં કુલ 11 લોકોનાં મોત થઇ ગયા છે અને તેની ગંભીરતાને જોતા હાલમાં મુંબઇમાં વર્લી સી લિંક પણ બંધ કરી દેવામાં આવી છે. લોકો આ બ્રિજ પરથી હાલમાં અવર જવર નહીં કરી શકે.

મુંબઈના દાદર, વરલી, માટુંગા અને માહિમ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા પહેલા વરસાદ શરૂ થઇ ગયો છે અને અહી લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે લોકોને ઘરોમાં જ રહેવા સૂચના અપાઇ છે. દરિયામાં કરંટ વધી રહ્યો છે બીજી કરફ એનડીઆરએફની અનેક ટીમો અહીં ગોઠવી દેવામાં આવી છે જેથી કોઇ પણ પ્રકારની સ્થિતી સામે લડી શકાય. મંગળવારે સવારે આ વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચેના દરિયાકાંઠે ટકરાવવાનું છે જેને લઇને ગુજરાત સરકાર પણ એલર્ટ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch