ઉત્તરપ્રદેશઃ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્રગીરીના મોત પર હજુ સસ્પેન્સ છે. આ બધાની વચ્ચે તેમના શિષ્ય આનંદગીરીને પોલીસ દ્વારા હરિદ્વારથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. તેની પોલીસ દ્રારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
સોમવારે પ્રયાગરાજનાં બાગંભરી મઠમાં નરેન્દ્રગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આનંદગીરીનો ઉલ્લેખ તેમની સ્યૂસાઇડ નોટમાં છે. નરેન્દ્ર ગીરીની 7 પાનાની નોટ સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મહંત નરેન્દ્ર ગીરીને યુવતી સાથે જોડીને તેમનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી.જેને કારણે તેઓએ આ પગલું ભરવું પડ્યું છે. પત્રમાં આનંદગીરી, આધ્યા તિવારી અને સંદીપ તિવારીનો ઉલ્લેખ છે. તેમને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.
લખ્યું છે હું નરેન્દ્રગીરી, આજે મારું મન આનંદગીરીને કારણે ખૂબ જ વ્યગ્ર થઈ ગયું છે.તે મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ જે જ્યારે મને માહિતી મળી છે કે હરિદ્વારથી આનંદગીરી કોમ્પ્યુટર દ્વારા કોઇ છોકરીની તસવીર મૂકીને મારા કેટલાક વીડિયો વાયરલ કરવા જઈ રહ્યો છે, હું વિચારી રહ્યો છું કે હું ક્યાં જઈશ,જો આવું થશે તો હું કોને સત્ય કહીશ.એટલા માટે હું આ પગલું ભરવાનો છું. હું જે સ્થિતિમાં છું, જો મારો વીડિયો વાયરલ થશે તો હું જે સમાજમાં રહું છું તેની સામે હું કેવી રીતે આવીશ.એના કરતા મારે મરવું પડશે. આ કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આનંદગીરી, આધ્યા પ્રસાદ તિવારી, સંદીપ તિવારી મારા મૃત્યું માટે જવાબદાર રહેશે. આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એવું પણ લખવામાં આવ્યું છે કે 13 સપ્ટેમ્બરે તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હિંમત ચાલી ન હતી.હું ઈચ્છું છું કે આ સિંહાસન સંભાળનાર નવી વ્યક્તિએ તેની સંભાળ લેવી જોઈએ. નોંધનિય છે કે અહીના મઠની જમીનનો વિવાદ પણ મોટો થયો હતો આ બધો ખેલ સંપત્તિનો હોવાનું સામે આવ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29