ભોપાલઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્રના જલગાંવ જામોદના જસાઉંધી ગામ થઈને બુરહાનપુર થઈને મધ્ય પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલના સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહુલે ત્યાં હાજર લોકો અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. સંબોધન દરમિયાન થોડી મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ પોતાની પદયાત્રાની દિનચર્યા વિશે જણાવી રહ્યાં છે.સાથે જ તેઓ નરેન્દ્ર મોદીની નકલ કરતા પણ જોવા મળી રહ્યાં છે.
હું સવાર કરતા રાત્રે ઝડપથી ચાલું છું..
વીડિયોમાં રાહુલ ગાંધી સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે ભાઈઓ હમણાં જ કમલનાથજીએ મને પૂછ્યું, તમે થાકેલા નથી ને ? ભાઈઓ અને બહેનો, મારો ચહેરો થાકેલો લાગે છે. હું બે હજાર કિલોમીટર ચાલ્યો છું.એક સેકન્ડનો થાક નહીં, હું સવારે ઊઠીને ચાલવાનું શરૂ કરું છું. હું સવારે જેટલી આસાનીથી 6 વાગ્યે ચાલું છું, તેના કરતાં રાત્રે 8 વાગ્યે તેનાથી ઝડપી ચાલું છું. આવું શા માટે થઈ રહ્યું છે, તે અજીબ વાત છે.
રાહુલ ગાંધીની આ સ્ટાઈલ લોકોને પસંદ આવી..
રાહુલ ગાંધીની વાતો સાંભળીને ભીડ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવે છે. રાહુલ ગાંધી થોડી વાર માટે અટકી જાય છે પછી તેઓ લોકોને રોકવાનો પ્રયત્ન કરે છે. તે પહેલા લોકોને ભાઈ-બહેન કહે છે. આ પછી તે મસ્તીના મૂડમાં દેખાય છે અને પીએમ મોદીની મિમિક્રી કરે છે, કહે છે ભાઈઓ-બહેનો, મિત્રો. તરત જ ભીડ અને ઉત્સાહ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હવે તમારા દસ્તાવેજ થશે મોંઘા, ગુજરાત સરકારે જંત્રીના દરોમાં 100 ટકાનો વધારો ઝીંકી દીધો | 2023-02-04 20:51:06
અદાણી પર વિશ્વાસ મુકવા કોઇ તૈયાર નથી ! બ્રિટનના પૂર્વ વડાપ્રધાનના ભાઇએ પણ અદાણી સાથે જોડાયેલી કંપની છોડી દીધી | 2023-02-04 15:36:15
ગુજરાતનો વધુ એક સટ્ટાકાંડ, અંદાજે 1400 કરોડના વ્યવહારો મળ્યાં બાદ આરોપીઓની શોધખોળ શરૂ | 2023-02-04 15:10:29
કાશ્મીરી પંડિતો પર ફરી રાજનીતિ, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને કરી આ માંગ | 2023-02-04 09:46:09
ગુજરાતમાં વ્યાજખોરો સામે 847 FIR થઇ દાખલ, 27 સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી- Gujarat Post | 2023-02-03 11:24:14
વિધાન પરિષદની ચૂંટણીમાં UPમાં 4 બેઠકો પર લહેરાયો ભગવો, મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો- Gujarat Post | 2023-02-03 11:17:08
ED નો દાવો- દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યાં, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની માંગ, બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર- Gujarat Post | 2023-02-02 18:10:57
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી લોનની માંગી માહિતી | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27