Tue,17 June 2025,10:48 am
Print
header

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં મોટો માર્ગ અકસ્માત, ટેન્કર અને કાર વચ્ચે ટક્કરમાં એક જ પરિવારના 9 લોકોના મોત

  • Published By
  • 2025-06-04 11:49:39
  • /

મધ્યપ્રદેશઃ ઝાબુઆમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ટેન્કર અને કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 9 લોકોના મોત થયા છે. મૃતકો બધા એક જ પરિવારના હતા. કારમાં મુસાફરી કરી રહેલો પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો. તે સમયે મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સજેલી ગેટ પાસે કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં 2 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

ઝાબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશનના નોગાવા આઉટપોસ્ટથી થોડે દૂર સજેલી ગેટ પાસે એક ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે છોકરીઓ ઘાયલ થતા ગ્રામજનોએ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

રાત્રે 2 વાગ્યે જ્યારે કારમાં સવાર લોકો માનપુર ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દેવગઢના ઉંડીખાલી શિવગઢનો રહેવાસી હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch