Wed,19 February 2025,8:53 pm
Print
header

ડાગમાં શ્રદ્ધાળુઓને લઈને જઇ રહેલી બસ ખીણમાં ખાબકી, 5 લોકોનાં મોત

  • માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં બની દુર્ઘટના
  • અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરોના મોત
  • બસમાં 50 લોકો સવાર હતા

સાપુતારાઃ ગુજરાત માટે રવિવારની શરૂઆત અમંગળ હતી. રવિવારે વહેલી સવારે ડાંગ જિલ્લાના માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી.  શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ખીણમાં પડી હતી, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા.

ડાંગ જિલ્લામાં રવિવારે સવારે યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડતા 5 લોકોનાં મોત થયા હતાં અને 17 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે 4.15 વાગ્યાની આસપાસ થયો હતો.  ડ્રાઈવરે સાપુતારા હિલ સ્ટેશન નજીક બસ પરનો કાબૂ ગુમાવતાં બસ ખીણમાં પડી હતી

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch