Sun,27 November 2022,3:24 am
Print
header

લુણાવાડામાં ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકનો વિરોધ, અહીં ભાજપની વધી શકે છે ચિંતા - Gujarat Post News

લુણાવાડાઃ ઉમેદવારો જાહેર થયા પછી કોંગ્રેસની જેમ ભાજપમાં આંતરિક વિરોધ સામે આવી રહ્યો છે. બાયડમાં ટિકિટ ન મળવાથી પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સમર્થકોએ કમલમની બહાર મોટો હોબાળો કરીને વાતાવરણ ગરમ કરી નાખ્યું છે, બીજી તરફ લુણાવાડામાં ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકનો પણ વિરોધ થઇ રહ્યો છે.

અહીં સિટિંગ ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે રોષ જોવા મળી રહ્યો છે, તેઓ પ્રજા વચ્ચે ન જતા હોવાનો અને કોઇ રજૂઆત ન સાંભળતા હોવાના આરોપ લાગ્યા છે, જે.પી.પટેલ, શૈલેષ ઠાકર, કાળું માલીવાડ જેવા આગેવાનોએ તેમનો વિરોધ નોંધાવ્યો છે. અગાઉ પણ તેમને ટિકિટ ન આપવા અનેક રજૂઆતો થઇ હતી, તેમ છંતા ભાજપે તેમના પર દાવ ખેલ્યો છે.

આ બેઠક પર જો ભાજપ ખાસ ધ્યાન નહીં આપે તો આ વિરોધ હવે મતદાન પર અસર કરી શકે છે, ભાજપના સમર્થકો જ ચૂંટણીમાં હવે ભાજપની વિરુદ્ધ કામ કરી શકે છે, જોવું રહ્યું ભાજપ આ વિરોધ સામે શું રણનીતિ અપનાવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch