Fri,19 April 2024,8:38 am
Print
header

ગુજરાતના લાખો પશુપાલકો સાવધાન રહેજો, લમ્પી વાઇરસથી 1000 જેટલા પશુઓના મોત- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો 

ગાંધીનગરઃ રાજ્યમાં લમ્પી વાઇરસથી હાહાકાર મચી ગયો છે, રાજ્યભરમાં અંદાજે 1000 જેટલા પશુઓના આ વાઇરસથી મોત થયાનો આંકડો સામે આવ્યો છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે તાત્કાલિક બેઠક બોલાવી છે. રસીકરણ વધારવા સૂચના આપી દેવાઇ છે. બીજી તરફ કેન્દ્ર સરકારની પશુપાલન વિભાગની ટીમ પણ ગુજરાત દોડી આવી છે. ચીફ સેક્રેટેરી અને પશુપાલન વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.

સરકારી આંકડાઓ મુજબ 1 હજાર જેટલા ગામડાઓમાં 40 હજારથી વધુ પશુઓને આ વાઇરસે ઝપેટમાં લીધો છે, જેમાં વધારે ગાયોનો સમાવેશ થાય છે. સરકારે અત્યાર સુધી 3 લાખ જેટલા પશુઓને આ રસી આપી છે. પશુપાલકોને મદદ માટે રાજ્ય સરકારે 1962 નંબરનો ટોલ ફ્રી નંબર જારી કરી દીધો છે.

આ વાઇરસથી બચવા આટલું કરો 

પશુઓને આ રોગથી બચાવવા માટે તેમને રાખવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ, માખી, મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ, જો કોઇ પશુમાં આ રોગ જોવા મળે તો તેને અલગ કરી દેવું જોઇએ. જો સમયસર સારવાર મળે તો 20 દિવસમાં પશુ ઠીક થઇ જાય છે.

લમ્પી વાઇરસના લક્ષણો

- સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે લમ્પી વાઇરસ
- પશુના મચ્છર, માખી ઇતરડી સાથેના સીધા સંપર્કથી ફેલાય છે
- દુષિત ખોરાક- પાણીથી ફેલાય છે લમ્પી વાયરસ
- પહેલા પશુને તાવ આવે છે અને પછી ખોરાક ઓછો થાય છે
- પશુની ચામડી પર ફોડલા જેવી નિશાની બની જાય છે 

નોંધનિય છે કે આ વાઇરથી મનુષ્યને કોઇ ખતરો નથી, પરંતુ પશુઓ માટે આ વાઇરસ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch