Wed,24 April 2024,8:58 am
Print
header

નવા મહિનાના પહેલા દિવસે મળ્યાં સારા સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો

નવી દિલ્હીઃ નવા મહિનાની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે. આજથી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઘટાડો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ રાહત આપવામાં આવી નથી. કંપનીઓએ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1 મેના રોજ 1856.50 રૂપિયા હતી, જે હવે 1 જૂને ઘટીને 1773 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે 83 રૂપિયા કપાયા છે.

દેશના અન્ય મોટા શહેરોમાં આ છે નવા દર

પટના: રૂ. 2021.50
લખનૌ: રૂ. 1909
અમૃતસર: રૂ. 1895.5
દેહરાદૂન: રૂ. 1839.5
જયપુર: રૂ. 1818.5
રાંચી: રૂ. 1949

ઉડ્ડયન ઈંધણના ભાવમાં મોટો ઘટાડો

કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઉપરાંત પેટ્રોલિયમ કંપનીઓએ એવિએશન ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમતમાં પણ મોટો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં ATFની કિંમત 95935.34 રૂપિયાની સરખામણીમાં ઘટીને 89,303.09 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કિંમત 89,348.60 રૂપિયાથી ઘટીને 83,413.96 રૂપિયા પ્રતિ કિલો લિટર થઈ ગઈ છે. કોલકાતામાં રેટ ઘટીને રૂ. 95,963.95 પ્રતિ કિલો લીટર અને ચેન્નાઇમાં રૂ. 93,041.33 પ્રતિ કિલો લીટર થયો છે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch