Tue,16 April 2024,1:46 pm
Print
header

કોરોના પીડિતાનો પહેલો જ વીડિયો સામે આવ્યો, જાણો લોકોને શું સલાહ આપી ?

લંડનઃ દુનિયા આખી આજે કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગઇ છે, ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, સ્પેન, ઇટાલી અને ઇરાન સહિતના દેશોમાં કોરોનાની મહામારીથી 12 હજાર જેટલા લોકોનાં મોત થયા છે, હજારો લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, ત્યારે પહેલી જ વખત કોઇ મહિલા પીડિતાએ પોતાનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો છે, લંડનની હેલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષીય તારા વીડિયોમાં કહી રહી છે કે હું બિમાર છું, છાતીમાં કાચ ખુંચી રહ્યાં હોય તેમ લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.

આ મહિલાએ આઇસીયુમાં જ પોતાનો વીડિયો બનાવીને લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે, કહી રહી છે કે આ બિમારી ખરેખર ડરાવી દે તેવી છે, પહેલા મને એક દિવસમાં 6 લિટર ઓક્સિજનની જરૂર હતી, હવે એક લિટર ઓક્સિજનની જરૂર છે, એટલે કે તે ઠીક થઇ રહી છે, તેને લોકોને અપીલ કરતા કહ્યું કે કોરોનાથી બચવા બધુ જ કરજો, એલર્ટ રહેજો, સાથે જ તેમને ડોક્ટરો અને નર્સોની કામગીરીના વખાણ કર્યા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch