Thu,25 April 2024,9:00 am
Print
header

Big news- બ્રિટનમાં પ્રિન્સ ચાર્લ્સ પછી વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના પોઝિટિવ, લોકોમાં ચિંતા વધી

લંડનઃ કોરોના વાઇરસે બ્રિટનમાં પણ હાહાકાર મચાવી દીધો છે. અહી 580 લોકોનાં મોત થઇ ગયા છે અને 12000 જેટલા લોકોમાં સંક્રમણ થયું છે, લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આખું તંત્ર દોડતું થઇ ગયું છે, બોરિસ જાતે જ સેલ્ફ આઇસોલેશનમાં જતા રહ્યાં છે, ડોક્ટરોની ટીમ દ્વારા તેમનો ઇલાજ કરાઇ રહ્યો છે.

અગાઉ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના પોઝિટિવ બન્યાં છે, તેઓ સ્કોટલેન્ડમાં આઇસોલેશનમાં છે, હવે બ્રિટનના વડાપ્રધાન પણ મહામારીની ઝપેટમાં આવી જતા બ્રિટનની જનતા ચિંતિત બની છે. 

બ્રિટનના પીએમ બોરિને જાતે જ લોકોને માહિતી આપી છે કે તેઓ થોડા બિમાર હતા અને તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી સેલ્ફ આઇસોલેશનમાં છે, જો કે તેમને દેશની સ્થિતી પર નજર રાખવાની વાત કરી છે, બ્રિટનમાં કોરોના વાઇરસને અટકાવવા તમામ પ્રયાસ કરાઇ રહ્યાંનું કહ્યું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch