Thu,18 April 2024,9:13 pm
Print
header

5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ મીણબત્તી, દિવડાનો પ્રકાશ કરો, કોરોનાના અંધકાર સામે લડવા મોદીની અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતીમાં ત્રીજી વખત દેશને સંબોધન કર્યું છે, તેમને રાષ્ટ્રજોગ સંદેશમાં 130 કરોડ જનતાને કહ્યું કે કોરોનાના લોકડાઉનના 21માંથી 9 દિવસોમાં જનતાએ સારો સહયોગ કર્યો છે. 22 માર્ચ રવિવારના દિવસે લોકોએ કોરોના ફાઇટર્સનું તાળીઓ અને થાળીઓ વગાડીને સન્માન કર્યું હતુ, તે આજે વૈશ્વિક વિષય બની ગયો છે, દુનિયાના દેશો પણ આપણું અનુકરણ કરી રહ્યાં છે, અન્ય દેશો તાળીઓ વગાડીને કોરોના ફાઇટર્સનું સન્માન કરી રહ્યાં છે.

મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કોરોના સામેની લડાઇ એકલા લડવું મુશ્કેલ છે, બધાએ સાથે મળીને કોરોના સામે લડવાનું છે. તેમને કહ્યું કે 5 એપ્રિલ રવિવારના રોજ કોરોનાને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે, આ દિવસે 130 કરોડ દેશવાસીઓ પાસે મોદીએ 9 વાગ્યે 9 મીનિટ માંગી છે, તમારે ઘરની લાઇટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલ્કની પર ટોર્ચ, મીણબત્તી, દિવો કે મોબાઇલની લાઇટ કરવાની છે,આમ કરીને પ્રકાશના આ પર્વમાં બધાએ સંકલ્પ કરવાનો છે કે આપણે એકલા નથી, આપણે બધાએ એક થઇને કોરોનાના અંધકારને હરાવવાનો છે.

મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું છે, અને ઘરે રહીને જ કોરોના સામેની લડતમાં ભાગીદારી માંગી છે, તેમને ફરીથી કોરોના ફાઇટર્સનો આભાર માન્યો છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch