Mon,13 April 2026,1:49 pm
Print
header

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત, આ નેતાઓને મળ્યું સ્થાન

  • Published By Mahesh patel
  • 2026-03-25 17:25:54
  • /

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેના ઉમેદવારોની શોધખોળમાં લાગી ગયા છે,આપે તો કેટલીક જગ્યાએ નામો પણ જાહેર કરી દીધા છે.આ બધાની વચ્ચે ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે.

ભાજપની આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં 19 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ સીએમ હર્ષ સંઘવી સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ સિવાય અન્ય નેતાઓને પણ ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યું છે, આ નેતાઓને જિલ્લા મુજબ જવાબદારી આપવામાં આવી છે અને તેઓ ઉમેદવારોની પસંદગીને લઇને ટૂંક સમયમાં જ કામ શરૂ કરશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch