રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસ પર પરિવારવાદના આક્ષેપો કરતી રહી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની સેન્સ પ્રક્રિયામાં ભાજપના જ આંતરિક વર્તુળોમાં પરિવારવાદનો ગણગણાટ તેજ બન્યો છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત પહેલા અંતિમ ક્ષણ સુધી મોટા નેતાઓ દ્વારા પોતાના પરિવારજનો માટે લોબિંગ અને ભલામણોનો દોર ચાલુ રહ્યો છે.
રાજકોટના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ કોર્પોરેટરોએ પોતાના સંતાનો કે પત્નીને રાજકારણમાં લાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે
સંતાનો માટે માંગણી:
ગોવિંદભાઈ પટેલ (પૂર્વ મંત્રી- ધારાસભ્ય): પુત્ર કિશન પટેલ માટે.
લાખાભાઈ સાગઠીયા (પૂર્વ ધારાસભ્ય): પોતાના દીકરા માટે.
અશ્વિનભાઈ મોલીયા (પૂર્વ ડેપ્યુટી મેયર): પુત્ર માટે.
વિનુભાઈ ઘવા (પૂર્વ કોર્પોરેટર): પુત્ર પિયુષ ધવા માટે.
બાબુભાઈ મકવાણા: પુત્ર અને પુત્રવધૂ બંને માટે.
નીતિન રામાણી, હરિભાઈ ડાંગર અને પોપટભાઈ ટોળીયા: પોતાના સંતાનો માટે ટિકિટની માંગણી કરી છે.
પત્ની માટે માંગણી:
પૂર્વ કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરિયા અને જીતુ કાટોળીયાએ પોતાની પત્નીઓ માટે ટિકિટ માંગી છે.
દિગ્ગજ નેતાઓનું લોબિંગ અને માનીતાઓને ગોઠવવાની પેરવી
માત્ર પરિવાર જ નહીં, પરંતુ મોટા નેતાઓ પોતાના અંગત સચિવો (PA) અને સમર્થકોને ટિકિટ અપાવવા માટે પણ સક્રિય થયા છે:
પરષોત્તમ રૂપાલા (સાંસદ): તેમના PA મનીષ ભટ્ટ માટે અને વોર્ડ નંબર 11માં કડવા પાટીદાર ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા છે.
વજુભાઈ વાળા: તેમના PA તેજસ ભટ્ટી માટે ભલામણ કરી રહ્યા છે.
ઉદય કાનગડ (ધારાસભ્ય): હેમુ ભરવાડ અને નિલેશ જલુ ઉપરાંત વોર્ડ નંબર 4 અને 5માં પોતાના સમર્થકોને ગોઠવવા પ્રયત્નશીલ છે.
કશ્યપ શુક્લ: પોતાના ભાઈ નેહલ શુક્લ માટે ટિકિટ માંગી રહ્યા છે.
કમલેશ મિરાણી (પૂર્વ પ્રમુખ): વિક્રમ પુજારા અને પ્રદિપ ડવ માટે લોબિંગ કરી રહ્યા છે.
રમેશ રૂપાપરા (પૂર્વ ધારાસભ્ય): જયમીન ઠાકર, પરેશ ઠાકર અને કેતન પટેલ માટે પેરવી કરી રહ્યા છે.
રાજકોટમાં નેતાઓના આ ભારે લોબિંગ અને ખેંચતાણને કારણે જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. એકબાજુ ભાજપ 'નો-રિપીટ' અને 'પરિવારવાદ મુક્તિ'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ રાજકોટના સ્થાનિક નેતાઓએ પક્ષ સામે ધર્મસંકટ ઉભું કર્યું છે.
હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ મવડી મંડળ આ ભલામણોને માન્ય રાખે છે કે પછી પરિવારવાદને જાકારો આપીને નવા અને નિષ્ઠાવાન કાર્યકરો પર પસંદગી ઉતારે છે.આજે સાંજ સુધીમાં અંતિમ યાદી જાહેર થવાની શક્યતા છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા | 2026-04-07 18:26:31
ગુજરાતના આ શહેરમાં ACB ટ્રેપઃ 4,52,000 રૂપિયા લેતા પકડાયા સરકારી બાબુ | 2026-04-02 19:58:25
મહુવાના તત્કાલીન મામલતદારે મધ્યાહન ભોજન કેન્દ્ર શાંતિથી ચાલવા દેવા રૂ, 50 હજારની માંગી હતી લાંચ | 2026-03-31 16:38:39