ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે સુરેન્દ્રનગર, અરવલ્લી અને નવરચિત વાવ- થરાદ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: પ્રથમ ચૂંટણી અને નવા ચહેરા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાં બાદ આ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપે અહીં તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જાહેર થયેલા 52 ઉમેદવારોમાંથી માત્ર 10 ઉમેદવારો એવા છે જે અગાઉ નગરપાલિકામાં સભ્ય રહી ચૂક્યાં છે.
પક્ષ દ્વારા શિસ્ત અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માટે કડક માપદંડો અપનાવાયા છે. જેઓ સતત ત્રણ ટર્મ ચૂંટણી લડ્યાં છે તેમની ટિકિટ કાપવામાં આવી છે. 60 વર્ષથી વધુ વય ધરાવતા કાર્યકરોને આ વખતે તક આપવામાં આવી નથી.
આ નવા નિયમોને કારણે સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા દિગ્ગજોના પત્તા કપાયા છે.
અરવલ્લી અને અન્ય જિલ્લાઓની જાહેરાત
ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
અરવલ્લી જિલ્લાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે, જે આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ બન્યું છે.
બનાસકાંઠા વિસ્તારમાં નવી બનેલી વાવ-થરાદ જિલ્લા પંચાયત તેમજ ભાભર અને થરાદ નગરપાલિકા માટે પણ ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ભાજપની આ યાદીમાં અનુભવ કરતા યુવા અને નવા ચહેરાઓ પર વધુ પસંદગી ઉતારવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
ગુજરાતનો અંધશ્રદ્ધાનો આ કિસ્સો ખતરનાક છે, પુત્ર પ્રાપ્તી માટે યુવકે દાંતરડાથી પોતાનું જ પેટ ચીરી નાખ્યું ! | 2026-09-03 18:48:48
માણસાઃ સચિવાલયના નિવૃત્ત કર્મચારીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી | 2026-09-02 18:20:52
226 કરોડ રૂપિયાના ડર્ટી ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ચાર્જશીટમાં ડ્રગ્સથી લઈને ટેરર ફંડિંગ સુધીની વિગતો ખુલી | 2026-08-27 20:43:46
ગુજરાતના BLO અને સુપરવાઇઝર માટે વિશેષ ભથ્થાની મોટી જાહેરાત | 2026-08-17 17:10:54