વડોદરા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને 260 તાલુકા પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થયા બાદ, 12 એપ્રિલ રવિવારથી ભાજપે વિધિવત રીતે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશની મનપાઓમાં એક જ સમયે જનસેવા સંકલ્પકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદના કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના તમામ 192 ઉમેદવારો કેસરી સાફા પહેરીને હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીએ ભારત માતા અને પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે તમામ ઉમેદવારોને જનતાની નિઃસ્વાર્થ સેવા કરવાના શપથ લેવડાવ્યાં હતા.
તમામ ઉમેદવારોએ એકસૂરે જન સેવા એ જ પ્રભુ સેવા મંત્ર સાથે નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના પ્રજાના કાર્યો કરવાનો અને સરકારી યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો.
ભાજપ દ્વારા આયોજિત આ સંકલ્પ કાર્યક્રમમાં અન્ય મહાનગરોમાં પણ દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે ઉપસ્થિત રહી કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે કાલાઘોડા સર્કલ પાસે આવેલા કીર્તિ મંદિર ખાતે ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યાં હતા.
એક તરફ ભાજપે શિસ્તબદ્ધ રીતે પ્રચાર શરૂ કર્યો છે, બીજી તરફ જેતપુર અને ગોંડલ જેવા વિસ્તારોમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજગી અને પક્ષપલટાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. હવે જ્યારે ફોર્મ ભરાઈ ગયા છે અને સંકલ્પ સાથે પ્રચાર શરૂ થયો છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45