Mon,06 December 2021,7:09 am
Print
header

દારૂની ભેટ, દારૂનું વ્યસન છોડાવવા ભગવાનને પ્રાર્થના સાથે ચઢાવાય છે દારૂ

(પાંચીયા દાદાનું મંદિર)

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કડક દારૂબંધી છે તેમ છતાં દારૂ મળે છે અને લોકો તેને પી રહ્યાં છે, ત્યારે એક મંદિરમાં ભગવાનને દારૂ છોડાવવાની પ્રાર્થના માટે દારૂ ચઢાવવામાં આવે છે. લીંબડી તાલુકાના ઘંઘરેટીયા ગામમાં આવેલા પાંચીયા દાદાના મંદિરે પોતાના પ્રિયજનોને દારૂ છોડાવવા માટે ભગવાનને દારૂ ચઢાવવામાં આવે છે.

ગામના સરપંચ શમત ભરવાડના કહેવા મુજબ અમારું ગામ તેના પાંચીયા દાદાના ચમત્કારના કારણે જાણીતું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના લોકો પણ તેમના પરિવારજનોનું દારૂનું વ્યસન છોડાવવા અહીં આવે છે. કેટલાક લોકો દેશી જ્યારે અમુક લોકો અંગ્રેજી દારૂ ચઢાવે છે. ગામની ન્યાય સમિતિના ચેરમેન મનુ ચૌહાણના કહેવા મુજબ તાજેતર મુંબઈની એક વ્યક્તિ ભગવાન માટે વાઇનની બોટલો લાવ્યો હતો

સરપંચના કહેવા મુજબ, લોકો 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ મંદિરે આવે છે. મારા દાદાને પણ આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની જાણ નથી. આ બધું એક દંતકથાથી શરૂ થયું હતું, એક સંતે લોકોને દૈવી શક્તિ દ્વારા દારૂના વ્યસનનો ત્યાગ કરવામાં મદદ કરી હતી. બાદમાં તેમના માનમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. જો કે તેનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી. લોકો શ્રદ્ધામાં માને છે એટલે અહીં આવીને ભગવાનને દારૂ ચઢાવીને દર્શન કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch