Thu,21 May 2026,3:21 am
Print
header

પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

  • Published By Mahesh patel
  • 2026-04-12 14:24:11
  • /

આશા ભોસલેના નિધનથી લાખો ચાહકો શોકમાં ગરકાવ

બોલીવુડના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલી 

મુંબઇઃ દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓને 11 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ડૉ. પ્રતીત સમદાનીએ તેમની સારવાર ચાલી રહી હોવાની પુષ્ટિ કરી હતી. હવે તેમના અવસાનના સમાચારો સામે આવ્યાં છે.

પરિવાર તરફથી મળેલી માહિતી અનુસાર આશા ભોંસલેને છાતીમાં ચેપ અને વધુ થાકને કારણે તબિયત ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આશા ભોસલેએ પોતાની કારકિર્દીની શરૂઆત 1940 ના દાયકામાં કરી હતી અને ધીમે ધીમે તેઓ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા લાગ્યા હતા. તેમણે બિમલ રોય અને રાજ કપૂર જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે તેમજ ઓ.પી. નૈયર, સજ્જાદ હુસૈન, સરદાર મલિક, એસ. મોહિન્દર અને એ.આર. રહેમાન જેવા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું હતું. મંગેશકર પરિવારમાંથી આવતા આશા, તેમની મોટી બહેન લતા મંગેશકર જેવો જ મધુર અવાજ ધરાવતા હતા. 1952માં આવેલી ફિલ્મ સંગદિલના ગીતો દ્વારા તેમને વિશેષ ઓળખ મળી હતી.

તેમની કારકિર્દી વધુ મજબૂત બનતી ગઈ જ્યારે બિમલ રોયે 1953ની ફિલ્મ પરિણીતા માટે તેમને પસંદ કર્યા અને રાજ કપૂરે 1954ની ફિલ્મ બૂટ પોલિશમાં અવાજ આપવાની તક આપી. 1952 થી 1956 દરમિયાન ઓ.પી. નૈયર સાથેના તેમના સહકારથી અનેક યાદગાર ગીતો સર્જાયા. 1957માં આવેલી બી.આર. ચોપરાની ફિલ્મ નયા દૌરે આશા ભોંસલેએ સાચી લોકપ્રિયતા અપાવી. આ ફિલ્મના સંગીતે તેમને બોલીવુડમાં મજબૂત સ્થાન અપાવ્યું અને તેમની ગાયકીનો જાદુ દેશભરમાં છવાઈ ગયો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch