Wed,17 April 2024,12:06 am
Print
header

લેબેનોનની રાજધાની બેરૂતમાં પોર્ટ પર ભયંકર બ્લાસ્ટ, 78 લોકોનાં મોત, 4000 ઘાયલ

લેબેનોનઃ મંગળવારના દિવસે લેબેનોનની રાજધાની બેરૂતમાં આવેલા પોર્ટ પર જોરદાર ધમકો થયો હતો, જેમાં 78 લોકોનાં મોત થઇ ગયા છે, રિપોર્ટ મુજબ 4000 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખા શહેરમાં તેનો અવાજ સંભળાયો અને ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યાં હતા. ભયાનક વિસ્ફોટ બાદ અહીં સેના ઉતારી દેવામાં આવી છે, દેશમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે દરિયા કિનારે પોર્ટ પર એક જહાજમાં ફટાકડા ભરેલા હતા. આ જ જહાજમાં ભયાનક વિસ્ફોટ થતા એક બિલ્ડીંગ તો આખું જ ધરાશાયી થઇ ગયું છે. આસપાસના અનેક મકાનોને નુકસાન થયું છે, અનેક ગાડીઓનો કચ્ચરઘાણ થઇ ગયો છે.

હજુ સુધી બ્લાસ્ટનું સાચું કારણ સામે આવ્યું નથી, આ એક રોકેટ હુમલો પણ હોય શકે છે. સરકાર દ્વારા હુમલાને લઇને ટૂંક સમયમાં સાચી માહિતી આપવામાં આવે તેવી શક્યતા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch