Thu,15 January 2026,4:52 am
Print
header

શરીર પર ઘા, અન્ડરગારમેન્ટ્સ ગાયબ...ઉદેપુર રેપ કેસમાં પીડિતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

  • Published By PANNA PATEL
  • 2025-12-27 14:47:07
  • /

રાજસ્થાનઃ ઉદેપુરમાં એક મહિલા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલે પોલીસે GKM IT ના CEO જીતેશ પ્રકાશ સિસોદિયા, કંપનીની મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા સિરોહી અને તેના પતિ ગૌરવ સિરોહીની અટકાયત કરી છે.

20 ડિસેમ્બરના રોજ કારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહિલાના મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પીડિતાના શરીર પર ઊંડા ઘા મળી આવ્યાં છે, તેના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઘણી ગંભીર ઈજાઓ થઈ છે.

બર્થડે પાર્ટીથી ઘરે મૂકવાની ઓફર આપી હતી

રાજસ્થાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીડિતાએ જણાવ્યું કે તેના ઘરેણાં, મોજાં અને અન્ડરગારમેન્ટ્સ ગાયબ છે. મહિલા વ્યવસાયે IT ફર્મમાં મેનેજર હતી. 20 ડિસેમ્બરના રોજ તે સિસોદિયાની જન્મજયંતિની પાર્ટીમાં સામેલ થવા માટે ઉદેપુરના શોભાગપુરા સ્થિત એક હોટલમાં પહોંચી હતી. પીડિતા સહિત પાર્ટીમાં હાજર તમામ લોકોએ દારૂ પીધો હતો. પીડિતાની હાલત અચાનક બગડવા લાગી, ત્યારે રાત્રે લગભગ 1:30 વાગ્યે સિસોદિયા, શિલ્પા અને ગૌરવે તેને ઘરે મૂકવાની ઓફર આપી હતી.

પીડિતાના જણાવ્યાં અનુસાર, ગૌરવ ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે શિલ્પા, જીતેશ અને પીડિતા પાછળની સીટ પર બેઠા હતા. કાર તેઓમાંના જ કોઈકની હતી. રસ્તામાં આરોપીએ સિગારેટ લેવા માટે એક દુકાન પર ગાડી રોકી અને પીડિતાને પણ પીવા માટે આપી. ત્યારબાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે તેના શરીરમાં ઘણી ઈજાઓ હતી. તેણે કારનો ડેશકેમ ચેક કર્યો, તો તેમાં આખી ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી. મહિલાએ આરોપીઓની વાતો પણ સાંભળી હતી. 23 ડિસેમ્બરે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને સિસોદિયા, શિલ્પા તથા ગૌરવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch