Fri,26 April 2024,2:02 am
Print
header

ગુજરાત સહિતના રાજ્યોમાં શ્રમિકોની અછતથી અર્થતંત્રનો વિકાસ અટકી જશે

અમદાવાદઃ ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન ગણાય છે, અનેક મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવેલા છે.જેના દ્વારા ગુજરાતનો વિકાસ થયો છે, પણ કોરોનાને કારણે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિને કારણે કેટલાક ઉદ્યોગોના માલિકોએ પગાર ન કરતા અને રોજગારીની ખાતરી ન આપતા ગુજરાતમાંથી લગભગ 4 લાખ જેટલા શ્રમિકો તેમના વતન જતા રહ્યાં છે.  હજુ પણ 2 લાખથી વધારે શ્રમિકો તેમના વતનમાં જવા માટે નામ નોંધણી કરાવી રહ્યાં છે, રાજ્યમાં કામ કરતા શ્રમિકોએ વતનમાં જવા  ઘર્ષણ સુધીની સ્થિતિનું નિર્માણ કર્યાનાં બનાવ છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના સચિવ અશ્વિનીકુમાર તેમની પ્રત્રકાર પરિષદમાં કબૂલે છે કે ગુજરાતમાંથી સૌથી  વધારે શ્રમિકો તેમના વતનમાં ગયા છે અને હજુ પણ જઇ રહ્યાં છે. ભલે ગુજરાત સરકાર આ બાબતે ગર્વ લેતી હોય પણ આ બાબત ગુજરાતના આર્થિક વિકાસને નુકસાન કરી શકે છે. ગુજરાતમાં તમામ ઉદ્યોગોમાં શ્રમિકોને કારણે વિકાસ થતો હતો. હવે જ્યારે ખુબ જ મોટા પ્રમાણમાં શ્રમિકો પોતાના વતનમાં જતા રહ્યાં છે ત્યારે ઉત્પાદન પર અસર પડી શકે તેમ છે.  

અમદાવાદમાં ચાંગોદરમાં ફેક્ટરી ધરાવતા એક ઉદ્યોગપતિએ જણાવ્યું છે કે તેમના કારખાનામાં 300 જેટલા શ્રમિકો કામ કરતા હતા. પણ લોકડાઉન બાદ તેમાંથી 150 શ્રમિકો વતન જતા રહ્યાં છે. જેથી હવે જ્યારે ફેક્ટરી શરુ થશે અને બધુ જ નિયમિત બનશે ત્યાંરે શ્રમિકોની ખોટ જણાશે.  રાજકોટ મેટોડા જીઆઇડીસીની એક ફેક્ટરીમાં 100 માંથી માત્ર 35 શ્રમિકો રહ્યાં છે, હવે ઉત્પાદન શરુ થયુ છે પણ શ્રમિકો મળતા નથી. જેથી તેની દુરગામી અસર થવાની શક્યતા છે. ઉત્તરપ્રદેશ જઇ રહેલા એક શ્રમિકે જણાવ્યું કે લખનઉ પાસે તેનું ગામ આવેલુ છે અને પાંચ વર્ષથી ગુજરાતમાં હતા.પરંતુ 2 માસ સુધી અહી જે સહન કર્યુ છે તે પછી તે વતન જઇ રહ્યાં છે, હવે તે ગામડે જઇને ખેતી કરશે પણ ગુજરાત પરત નહીં આવે, નિષ્ણાંતો માની રહ્યાં છે કે જો રાજ્યમાં પાંચ થી છ લાખ શ્રમિકો છ માસ કે એક વર્ષ સુધી ગુજરાતમાં પરત ન આવે તો ઉદ્યોગોને ચોક્કસ મુશ્કેલી પડી શકે તેમ છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch