Wed,24 April 2024,10:36 am
Print
header

માત્ર 2 હજાર રૂપિયા માટે મજૂરે શેઠની કરી હતી હત્યા, દહેગામ ફેકટરી માલિકની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો

ગાંધીનગરઃ થોડા જ સમયમાં દહેગામ GIDCમાં ફેક્ટરી માલિકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બિહારના મજૂરે ફેક્ટરી માલિકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. દહેગામ જીઆઈડીસીમાં લોખંડની પાઈપના 35 ફટકા મારીને મજૂરે ક્રૂર રીતે માલિકની ક્રૂર હત્યા કરી હતી.આ કેસમાં પરપ્રાંતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્ય વર્તનથી કંટાળીને આ હત્યા કરાઇ હતી.

દહેગામમાં પીવીસી પાઈપની ફેક્ટરી ધરાવતા ગૌતમ પટેલની હત્યા કરનાર મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.ગત 8 જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેમના જ મજૂર અખિલેશ બિહારીએ માથામાં 35 ફટકા મારીને હત્યા નિપજાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેને આધરે ક્રાઇમ બ્રાંચે બિહારથી અખિલેશની ધરપકડ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch