Fri,19 April 2024,5:06 pm
Print
header

યુક્રેન: રશિયન સૈનિકોએ કિવને બનાવ્યું મુર્દાઘર, રસ્તાઓ પર પડેલી લાશો જોઇને હૃદય કંપી ઉઠશે- Gujarat Post

કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 39મો દિવસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે કિવ પર ફરી એકવાર યુક્રેને પાછો  કબ્જો લઇ લીધો છે. યુક્રેનિયન સૈન્ય કિવમાંથી રશિયન સૈન્યને ભગાડવા માટે શહેરમાં પ્રવેશ્યું ત્યારે ત્યાંની સ્થિતિ ભયાનક હતી, કિવ શહેરના રસ્તાઓ પર લાવારિસ પડેલા મૃતદેહો ત્યાં થયેલી હત્યાના સંકેતો જણાવી રહ્યાં હતા.

ન્યૂઝ એજન્સી અનુસાર, કિવ શહેરની માત્ર એક ગલીમાંથી 20 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. સમાચાર એજન્સી એએફપીએ બુકાના શહેરના મેયરે કહ્યું કે અહીં એક સામૂહિક કબર મળી આવી છે જ્યાંથી 280 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે.કિવ બુકાથી આવી રહેલી તસવીરો માનવતાને ચોંકાવી દે તેવી છે. યુક્રેનિયન સૈન્ય ધીમે ધીમે, સાવધાનીપૂર્વક કિવ શહેરમાં પ્રવેશી રહ્યું છે.એવું લાગે છે કે એક સમયે હસતું કિવ શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર લાશો પડી છે.

યુક્રેનની સેના પણ આ મૃતદેહોને હટાવતા ડરે છે. એજન્સીના રિપોર્ટ અનુસાર આ બોડીઓમાં વિસ્ફોટકોનો ખતરો છે. આથી સેના આ મૃતદેહોને કાઢવા માટે વાયરનો ઉપયોગ કરી રહી છે.નીચે પડેલા મૃતદેહો, સાયકલ સાથે મૃત હાલતમાં પડેલા લોકો, તૂટેલી ઇમારતો, રસ્તાઓ પર પથરાયેલો કચરો એવું લાગતું નથી કે માત્ર એક મહિના પહેલા આ 21મી સદીનું ચમકતું શહેર હતું. 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વીડિયો સંબોધનમાં ચેતવણી આપી હતી કે રશિયન સૈનિકો કિવથી પાછા ફરતી વખતે ઘરો, શસ્ત્રો અને "મૃતકોના મૃતદેહોની આસપાસ પણ બોમ્બ મુકતા ગયા હશે", જેથી એકવાર વિનાશ થઈ શકે. કિવની તસવીરોમાં રસ્તા પર મૃતદેહો છે.તસવીરો પરથી લાગી રહ્યું છે કે હાલમાં જ તેમની હત્યા કરવામાં આવી છે. યુક્રેનની સેના પાસે હવે આ મૃતદેહોને બહાર કાઢવાનો પડકાર છે.

કિવ શહેરની સીમમાં આવેલા બુકામાં સ્થિતિ વધુ ખરાબ છે. યુક્રેનિયન સૈનિકોએ બુકા શહેરમાં પોઝિશન લીધી છે. રશિયન સૈન્ય પાસેથી પ્રદેશ પાછી ખેંચી લીધા પછી હોસ્ટોમેલના એન્ટોનોવ એરપોર્ટના પ્રવેશ દ્વાર પર યુક્રેનિયન સૈન્ય તૈનાત છે.બુકાના મેયર એનાટોલી ફેડોરુકે એએફએફઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બુકામાં એક સામૂહિક કબર મળી આવી છે, જ્યાં 280 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. બુકામાં અન્ય વિસ્તારોમાં પણ મૃતદેહો શેરીઓ અને રસ્તાઓ પર પડ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch