Sat,13 June 2026,3:21 pm
Print
header

Big News: કચ્છના દરિયામાંથી રૂ.1150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન

  • Published By Mahesh patel
  • 2026-05-27 10:18:20
  • /

ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને SOG ની કાર્યવાહી 

કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો 

બ્રાઝિલથી ડ્રગ્સનો જથ્થો કચ્છના દરિયામાં થઇને દિલ્હી લઇ જવાતો હતો 

કચ્છઃ ગુજરાતમાંથી ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, કચ્છના દરિયામાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને રૂપિયા 1150 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો મુદ્રા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે જ એજન્સીએ આ ઓપરેશન કર્યું હતુ.

એક જહાજમાંથી આ જથ્થો જપ્ત કરાયો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 1150 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ જથ્થો વિદેશથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી કોને કરવાની હતી તે મામલે એજન્સીઓ તપાસ કરી રહી છે.

115 કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કરાયો, એક સેટેલાઇટ ફોન પણ જપ્ત કરાયો છે

ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, એક શખ્સ દરિયામાં કૂદી પડ્યો હતો, જેની શોધખોળ થઇ રહી છે

નોંધનિય છે કે અગાઉ પણ આવી રીતે ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો એજન્સીઓ ઝડપી લીધો હતો અને હવે ફરીથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યુું છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch